Posts

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
    વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના ...

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો

Image
    સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો -------- સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકો સન્માનિત કરાયા -------- શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ --------  વય નિવૃત્ત શિક્ષક તથા અવસાન પામેલ ૨૭૫ જેટલા શિક્ષકોને ખાસ ઝુંબેશ હેઠળ રૂ.૧૬.૦૦ કરોડની સેવા વિષયક લાભોની ચુકવણી કરાઈ --------   સુરત જિલ્લા પંચાયતના ઓડિટોરીયમ હોલ ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકોને મહાનુભાવોના સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. સાથે જિલ્લા પંચાયત હેઠળના વય નિવૃત થયેલ તથા અવસાન પામેલ હોય તેવા શિક્ષકોને નિવૃતિ વિષયક લાભ જેવા કે, રજા પગાર, જુથવીમા રકમ, જી.પી.ફંડ તથા પેન્શન જેવા લાભો ચુકવવાને અગ્રીમતા આપી બાકી લાભો જેમાં જી.પી.એફ.ના ૬૧ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૧૦,૦૦ કરોડ, જુથવીમાના ૧૭૩ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૨.૦૦ કરોડ અને રજા રોકડ રૂપાંતરનાં ૪૧ કેસોનો નિકાલ કરી રૂ.૩.૮૫ કરોડની ચુકવણી કરીને કુલ મળીને નિવૃત થયે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો.

Image
   કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો ------ સાંસદ મુકેશ દલાલ અને આચાર્ય મહાશ્રમણજીની પ્રેરક ઉપસ્થિતિ ----- વિદ્યાર્થીઓને ડિગ્રી અને વિષયમાં દક્ષ્યતા હાંસલ કરવાની સાથે મનની દક્ષ્યતા મેળવવા અનુરોધ કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ------- વિવિધ વિદ્યાશાખાઓના ૧૯૧૭ છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત: પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન મેળવનારા ૧૦ વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર ------ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં જૈન વિદ્યા એવં તુલનાત્મક ધર્મ તથા દર્શન વિભાગ, પ્રાકૃત એવં સંસ્કૃત વિભાગ, યોગ એવં જીવન વિજ્ઞાન વિભાગ, અહિંસા એવં શાંતિ વિભાગ, શિક્ષા વિભાગ, અંગ્રેજી વિભાગ તેમજ આચાર્ય કાલુ કન્યા મહાવિદ્યાલય મળી ૧૯૧૭ યુવા છાત્ર-છાત્રાઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓમાં ઉચ્ચ સ્થાન મેળવનારા ૧૦ વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર એનાયત...

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે વ્યારા સુગરની પીલાણ સિઝનનો શુભારંભ કરાવ્યો .

Image
  વ્યારા સુગર ફેકટરી દ્વારા ચાલુ પીલાણ સિઝનમાં ચાર લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવામાં આવશે --------------------- ખેડૂતો લોભ લાલચમાં ન આવે, વ્યારા સુગરને બેઠી કરવામાં સહયોગ આપે  --------------------------- સુમુલ ડેરી મુંબઇ અને કોલ્હાપુર ખાતે નવા પ્લાન્ટ શરૂ કરવા જઇ રહી છે  ---------------------- રેઇન વોટર હાર્વેસ્ટિંગના ગુજરાત મૉડેલનું સમગ્ર દેશ અનુસરણ કરશે  --------------------------- રેઇન હાર્વેસ્ટિંગના ૧૪૦૦ પ્રોજેકટ પૂર્ણ થયા છે આગામી દિવસોમાં ૮૦,૦૦૦ પ્રોજેકટ પુરા કરવાનું લક્ષ્ય છે   કેન્દ્રીય જલ શક્તિ મંત્રી: સી.આર.પાટીલ --------------------- કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે વ્યારા સુગરની પીલાણ સિઝનનો શુભારંભ કરાવ્યો  -------------------------- માહિતી બ્યુરો વ્યારા:   વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગરને ચાલુ કરવાનું ભગીરથ કાર્ય રાજય સરકારના સહયોગથી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચાલુ પીલાણ સિઝનમાં ચાર લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ વ્યારા સુગર દ્વારા કરવામાં આવશે એમ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું.      ...

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો.

Image
  રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો. નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો અવસર - આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે. -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - નવસારી, તા.08: આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી,  ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્...