સુરત જિલ્લા તાલુકા ઓલપાડના 11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન.

  સુરત જિલ્લા તાલુકા ઓલપાડના  11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન.


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.

આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં પ્રથમ સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે. 1. અંજના પટેલ (મીરજાપોર પ્રા. શાળા), 2. હિતેશ પટેલ (સમૂહ વસાહત પ્રા. શાળા), 3. કામિની પટેલ (કુવાદ પ્રા. શાળા), 4. ભરત ટેલર (બલકસ પ્રા. શાળા), 5. રમેશ પટેલ (સ્યાદલા પ્રા. શાળા), 6. મેહુલ પટેલ (અસનાડ પ્રા. શાળા), 7. નરેન્દ્ર પટેલ (ડભારી પ્રા. શાળા), 8. અંકિતા ટેલર (કદરામા પ્રા. શાળા), 9. ચિરાગ વ્યાસ (કોસમ પ્રા. શાળા), 10. મહેન્દ્રસિંહ ગોહિલ (સાયણ પ્રા. શાળા), 11. સંગીતા પટેલ (પારડી ભાદોલી પ્રા. શાળા) ગુણાંકન માળખા અનુસાર પસંદગી પામેલ શિક્ષકોને કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં શુભ અવસરે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 

આ તમામ શિક્ષક ભાઈ-બહેનોને બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. 

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ