સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો -------- સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકો સન્માનિત કરાયા -------- શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ -------- વય નિવૃત્ત શિક્ષક તથા અવસાન પામેલ ૨૭૫ જેટલા શિક્ષકોને ખાસ ઝુંબેશ હેઠળ રૂ.૧૬.૦૦ કરોડની સેવા વિષયક લાભોની ચુકવણી કરાઈ -------- સુરત જિલ્લા પંચાયતના ઓડિટોરીયમ હોલ ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકોને મહાનુભાવોના સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. સાથે જિલ્લા પંચાયત હેઠળના વય નિવૃત થયેલ તથા અવસાન પામેલ હોય તેવા શિક્ષકોને નિવૃતિ વિષયક લાભ જેવા કે, રજા પગાર, જુથવીમા રકમ, જી.પી.ફંડ તથા પેન્શન જેવા લાભો ચુકવવાને અગ્રીમતા આપી બાકી લાભો જેમાં જી.પી.એફ.ના ૬૧ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૧૦,૦૦ કરોડ, જુથવીમાના ૧૭૩ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૨.૦૦ કરોડ અને રજા રોકડ રૂપાંતરનાં ૪૧ કેસોનો નિકાલ કરી રૂ.૩.૮૫ કરોડની ચુકવણી કરીને કુલ મળીને નિવૃત થયે...
સુરત જિલ્લા તાલુકા ઓલપાડના 11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં પ્રથમ સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે. 1. અંજના પટેલ (મીરજાપોર પ્રા. શાળા), 2. હિતેશ પટેલ (સમૂહ વસાહત પ્રા. શાળા), 3. કામિની પટેલ (કુવાદ પ્રા. શાળા), 4. ભરત ટેલર (બલકસ પ્રા. શાળા), 5. રમેશ પટેલ (સ્યાદલા પ્રા. શાળા), 6. મેહુલ પટેલ (અસનાડ પ્રા. શાળા), 7. નરેન્દ્ર પટેલ (ડભારી પ્રા. શાળા), 8. અંકિતા ટેલર (કદરામા પ્રા. શાળા), 9. ચિરાગ વ્યાસ (કોસમ પ્રા. શાળા),...
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો. નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો અવસર - આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે. -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - નવસારી, તા.08: આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી, ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્...
Comments
Post a Comment