સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો
સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો -------- સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકો સન્માનિત કરાયા -------- શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ -------- વય નિવૃત્ત શિક્ષક તથા અવસાન પામેલ ૨૭૫ જેટલા શિક્ષકોને ખાસ ઝુંબેશ હેઠળ રૂ.૧૬.૦૦ કરોડની સેવા વિષયક લાભોની ચુકવણી કરાઈ -------- સુરત જિલ્લા પંચાયતના ઓડિટોરીયમ હોલ ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકોને મહાનુભાવોના સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. સાથે જિલ્લા પંચાયત હેઠળના વય નિવૃત થયેલ તથા અવસાન પામેલ હોય તેવા શિક્ષકોને નિવૃતિ વિષયક લાભ જેવા કે, રજા પગાર, જુથવીમા રકમ, જી.પી.ફંડ તથા પેન્શન જેવા લાભો ચુકવવાને અગ્રીમતા આપી બાકી લાભો જેમાં જી.પી.એફ.ના ૬૧ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૧૦,૦૦ કરોડ, જુથવીમાના ૧૭૩ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૨.૦૦ કરોડ અને રજા રોકડ રૂપાંતરનાં ૪૧ કેસોનો નિકાલ કરી રૂ.૩.૮૫ કરોડની ચુકવણી કરીને કુલ મળીને નિવૃત થયે...
Comments
Post a Comment