સ્વચ્છતા હી સેવા અભિયાન: અડાજણ બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સામૂહિક ભાગીદારી નોંધાવતા ડેપોના અધિકારી/કર્મચારીઓ અને મુસાફરો

  

સ્વચ્છતા હી સેવા અભિયાન: સુરત

--------- 

અડાજણ બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સામૂહિક ભાગીદારી નોંધાવતા ડેપોના  અધિકારી/કર્મચારીઓ અને મુસાફરો

------

કર્મચારીઓ અને મુસાફરોએ ‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’ કેમ્પેઇન હેઠળ સ્વચ્છતાના શપથ લીધા

------

રાજ્યભરમાં શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને સમર્થન આપતા સુરત શહેરમાં પણ વિવિધ સ્થળોએ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાઇ છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગના અડાજણ બસ ડેપો ખાતે વિભાગીય કચેરીના તેમજ સુરત સિટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓને ‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’ કેમ્પેઇન અંતર્ગત સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. લોકોને નૈતિક જવાબદારીના ભાગરૂપે જાહેર સ્થળોને સ્વચ્છ એન સુઘડ રાખવા માટે આહ્વાન કરાયું હતું. તેમજ સ્વચ્છતા સંકલ્પના શપથ સાથે સ્વચ્છતા અંગે જાગૃત થવા અને લોકોને જાગૃત કરવાનું આહ્વાન કરાયું હતું.

           આ પ્રસંગે એસ.ટી. નિગમના સુરત વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, નાયબ ઇજનેર રાહુલ પટેલ, વહીવટી અધિકારી એસ.કે.શાહ, ડેપો મેનેજર એમ.વી.ચૌધરી, મનપા ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ ચપટવાલા, અગ્રણી તિથેશભાઈ ઢબુવાલા, કોર્પોરેટરો સહિત એસ.ટી.ના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.



Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ