સુરત સમચાર : 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે SVNIT દ્વારા 'સ્વચ્છતા દોડ યોજાઈ

 સુરત સમચાર : 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે SVNIT દ્વારા 'સ્વચ્છતા દોડ યોજાઈ.

'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે પીપલોદ સ્થિત SVNIT-સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ફિઝીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા તા.૧ થી ૧૫મી સપ્ટેમ્બર  દરમિયાન 'સ્વચ્છતા પખવાડા' ની ઉજવણી અંતર્ગત સંસ્થાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓઓ સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત થાય તે હેતુથી  'સ્વચ્છતા દોડ યોજાઈ હતી. 

           વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગના વિપરીત પરિણામો વિશે માહિતગાર કરાયા હતા. આ દોડમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા પખવાડાના કન્વીનર અને પ્રોફેસર ડો.એસ.એમ. યાદવ, આસિ. પ્રોફેસર ડો. અમૃત મુલે, હાઉસકીપિંગ અને સેનિટેશનના ફેકલ્ટી ઈન્ચાર્જ અને એસો. પ્રોફેસર ડો.એન.કે. દત્તાએ દરેક કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા.

            પ્રો. અનુપમ શુક્લા, ડાયરેક્ટર, એસવીએનઆઈટી, સુરતના સક્ષમ માર્ગદર્શન હેઠળ આયોજિત દોડમાં સિનિયર એસએએસ અધિકારી ડો. ચિરાગ વાઘેલા તથા સંસ્થાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સ્ટાફ અને કર્મચારીઓના પરિવારજનોએ ભાગ લીધો હતો. 

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ