ઓલપાડ બજારમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ
ઓલપાડ બજારમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ
સ્વચ્છતા હી સેવા: સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા
-------
સ્વચ્છ ભારતથી જ સ્વસ્થ ભારતનું નિર્માણ થશે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી
--------
પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ધટાડવા માટે નવતર પહેલઃ વેન્ડીંગ મશીનમાં રૂા.૧૦નો સીક્કો નાખવાથી કાપડની થેલી મળશે
----------
રાજ્રય સરકારના 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ બજાર ખાતે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. આ મશીન ઓલપાડ, સાયણ અને કીમ ગામોના લોકો માટે ઉપયોગી બનશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓલપાડ બજાર ખોત વેન્ડીંગ મશીન મૂકવામાં આવ્યું છે જેમાંથી રૂા.૧૦નો સીક્કો નાખવાથી કાપડની થેલી મળશે. જેનાથી બજારોમાં પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે.
આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. સાથે જ વધુમાં વધુ લોકોને ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. માર્કેટ, બજાર, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો અને દરિયા કિનારાના સ્થળો પર એક સાથે એક કલાકના શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા આવનાર પેઢીને સ્વચ્છતાની સમજણ આપવાનો અનુરોધ કર્યો હતો.
સ્વચ્છતા અભિયાન આજે સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયું છે એમ કહેતા રાજ્યમંત્રીએ કહ્યું કે, દરેક સ્થળને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સબળ પ્રયાસ કરીશું, કારણ કે સ્વચ્છ ભારતથી જ સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બજારોમાં વેલ્ડિંગ મશીન મૂકવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેનાથી બજારોમાં પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે. વેપારીઓએ પ્લાસ્ટિક થેલીનો ઓછો ઉપયોગ કરવા તથા ગ્રાહકોને કાપડની થેલીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીના 'સ્વચ્છતા' અભિયાનને સાથ આપી ઓલપાડ વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી.આ પ્રસંગે જી.પી.સી.બી.ની પ્રાદેશિક અધિકારી શ્રીમતી જિજ્ઞાસાબેન ઓઝાએ જણાવ્યું કે, અગાઉ કાપડની થેલીનો રોજિંદો ઉપયોગ થતો હતો, જેનાથી પર્યાવરણનું રક્ષણ થતું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને ફરીથી કાપડની થેલીનો ઉપયોગ કરવા ભારપુર્વક જણાવ્યું હતું. જેનાથી આપણે પોતાના ઘરની આસપાસ, શેરી, મહોલ્લા અને ગામોને સ્વચ્છ રાખી શકીએ છીએ. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં દર સપ્તાહે શ્રમદાન થકી સહભાગી થવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે તા. પં. પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી કિરણભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ઇ. સરપંચ શ્રી આનંદભાઇ કહાર, તલાટી કમ મંત્રી, અગ્રણી હિરેનભાઇ દુધાત, પરિમલ મોદી, જગદીશભાઇ પારેખ તેમજ વેપારીઓ અને સ્વચ્છતાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024 #SpecialCampaign #SwachhBharat #surat
Comments
Post a Comment