Surat:;અકસ્માતમાં અવસાન પામેલા DGVCL ના કર્મચારીના પરિવારને બેંક ઓફ બરોડા દ્વારા રૂ.૪૦ લાખના અકસ્માત વીમાનો ક્લેમ ચૂકવવામાં આવ્યો
Surat:;અકસ્માતમાં અવસાન પામેલા DGVCL ના કર્મચારીના પરિવારને બેંક ઓફ બરોડા દ્વારા રૂ.૪૦ લાખના અકસ્માત વીમાનો ક્લેમ ચૂકવવામાં આવ્યો
*બેંક ઓફ બરોડાએ ડેથ ક્લેમની ઝડપી કાર્યવાહી કરી મૃતકના પરિવારજનોને ચેક અર્પણ કર્યો*
-------
અકસ્માત વીમાના ક્લેમ અંતર્ગત બેંક ઓફ બરોડા- (પીપલોદ શાખા)એ ડેથ ક્લેમની ઝડપી કાર્યવાહી કરી અકસ્માતમાં અવસાન પામેલા DGVCL ના કર્મચારીના પરિવારને રૂ,૪૦ લાખના ચૂકવણી કરી છે.
BOB દ્વારા દ્વારા સખી મંડળ અને ગ્રાહક જાગૃતિ બેઠક યોજાઈ હતી, જેમાં DGVCL ના કર્મચારી સ્વ. હસમુખભાઈ કાશીનાથભાઈ પટેલના પરિવારને અકસ્માત વીમાના રૂ.૪૦ લાખના ક્લેમનો વર્ચ્યુઅલ ચેક મૃતકના પરિવારજનોને BoB ના રિજનલ હેડ શ્રી આદર્શકુમારના હસ્તે અર્પણ કરાયો હતો.
મૃતક સ્વ.હસમુખભાઈને DGVCLની ફરજ દરમિયાન ઇલેક્ટ્રિક શોક લાગતા દુઃખદ અવસાન થયું હતું. તેમનું સેલરી ખાતું BoBના દ.ગુ.વીજ કંપની (DGVCL )સાથે ના MOU મૂજબ BoBની પીપલોદ શાખામાં હતું.
પોલીસ વિભાગ સાથે પણ સેલરી ખાતા અંતર્ગત BOBના એમઓયુ થયા છે, જેમાં પણ પોલીસ કર્મચારીઓ જોડાઈ રહ્યા છે એમ શ્રી આદર્શકુમારે જણાવ્યું હતું. લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ લોકો સરકારની જનસુરક્ષા વીમા યોજના PMJJBY અને PMJSBY માં જોડાય તેવી અપીલ કરી હતી
આ પ્રસંગે સખી મંડળને રૂ.૫ લાખની કેશ ક્રેડીટ તેમજ કિસાન ક્રેડીટ કાર્ડનો સેંકશન લેટર નિયત લાભાર્થીઓને અપાયા હતા.
નિઝરના પી.આઈ. શ્રી બી.વી.પટેલે લોકોને બેન્કિંગ યોજનાનો લાભ લેવા અને અવેરનેસ કેમ્પ ગ્રામ્ય વિસ્તારોમાં થાય તેના પર ભાર મૂકી સખી મંડળની લોનથી વ્યાજખોરોના દૂષણથી બચી શકાય છે એમ જણાવ્યું હતું.
બેઠકમાં DGVCL ના કાર્યપાલક ઇજનેર શ્રી સિંગ, એચ.આર. હેડ રેણુ ગિરિ અને પીપલોદ શાખાના પૂજાબેન તથા સ્નેહલબેન અને સ્ટાફ, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
Comments
Post a Comment