Posts

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Image
 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર...

સુરતના અડાજણ ડેપો ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો, સ્વયંસેવકો અને ડેપો કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે સફાઇ અભિયાન યોજાયું

Image
 સુરતના અડાજણ ડેપો ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો, સ્વયંસેવકો અને ડેપો કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે સફાઇ અભિયાન યોજાયું સ્વચ્છતા હી સેવા-સુરત જિલ્લો ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાન હેઠળ સુરતના અડાજણ ડેપો ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો, સેવાદાર ભાઈઓ તથા બહેનો તેમજ સુરત સીટી ડેપોના કર્મચારીઓએ ભેગા મળી ડેપો પર સફાઇ કરી હતી. તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા રેલી યોજી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. અને સામૂહિક સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.  આ પ્રસંગે ડેપો મેનેજરશ્રી મનોજભાઇ ચૌધરી, ટી.આઈશ્રી રાજુભાઈ સુરતી, સંત મહાત્માશ્રી નિરુવતાનંદ, મહાત્મા અંગિરા બાઈ, માનવ સેવા દળ અને યુવાદળના સ્વયંસેવકો સહિત ડેપોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024 #SpecialCampaign #SwachhBharat #surat

સ્વચ્છતા હી સેવા: ઓલપાડ બજારમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ધટાડવાની સાથે કાપડની થેલીને પ્રોત્સાહન આપવાની નવતર પહેલ

Image
 સ્વચ્છતા હી સેવા: ઓલપાડ બજારમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ધટાડવાની સાથે કાપડની થેલીને પ્રોત્સાહન આપવાની નવતર પહેલ ગ્રાહકોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી કાપડની થેલીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છીએઃશાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન પટેલ ------ સરકારના 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના અંતર્ગત ઓલપાડમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ અભિયાન હેઠળ ઓલપાડ માર્કેટમાં પ્લાસ્ટિક થેલીઓના સ્થાને કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું હતું. ગ્રાહકો દશ રૂપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી શકે છે.            પર્યાવરણને પ્લાસ્ટિકના નુકસાનથી બચાવવા અને સ્વચ્છતા તરફ પગલું ભરવાના હેતુ સાથે ઓલપાડ માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન જગદીશભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું કે,"મોટાભાગના ગ્રાહકો પહેલાં પ્લાસ્ટિકની થેલી માંગતા હતા,પરંતુ હવે લોકો કાપડની થેલી તરફ વળવા લાગ્યા છે. જો કોઈ ગ્રાહક પોતાની થેલી લાવવાનું ભૂલી જાય તો તે વેન્ડીંગ મશીનથી કાપડની થેલી મેળવી શકશે, જેનાથી પ્લાસ્ટિકના ઉ...

ઓલપાડ બજારમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ

Image
 ઓલપાડ બજારમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ સ્વચ્છતા હી સેવા: સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા ------- સ્વચ્છ ભારતથી જ સ્વસ્થ ભારતનું નિર્માણ થશે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી -------- પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ધટાડવા માટે નવતર પહેલઃ વેન્ડીંગ મશીનમાં રૂા.૧૦નો સીક્કો નાખવાથી કાપડની થેલી મળશે ---------- રાજ્રય સરકારના 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ બજાર ખાતે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. આ મશીન ઓલપાડ, સાયણ અને કીમ ગામોના લોકો માટે ઉપયોગી બનશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓલપાડ બજાર ખોત વેન્ડીંગ મશીન મૂકવામાં આવ્યું છે જેમાંથી રૂા.૧૦નો સીક્કો નાખવાથી કાપડની થેલી મળશે. જેનાથી બજારોમાં પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે.         આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. સાથે જ વધુમ...

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાન-અઠવા અને જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન-અડાજણનું લોકાર્પણ

Image
 કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાન-અઠવા અને જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન-અડાજણનું લોકાર્પણ રૂ.૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂ.૨.૭૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા રવિશંકર મહારાજ ગાર્ડનને જનતા માટે ખૂલ્લા મુકાયા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એસ. ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રૂ. ૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું.                   આ ઉદ્યાનોમાં પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ, પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશેષ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટર્ન-સ્ટાઇલ ગેટ, શારીરિક રીતે અક્ષમ લોકોને ઍક્સેસ મળી રહે તે માટે ડિઝાઇન કરેલ રેમ્પ, વિશાળ બેઠક ધરાવતો પ્લાઝા અને પેવેલિયન, અદ્યતન સાધનોવાળું બાળમંદિર (ચિલ્ડ્રન પ્લે એરિયા), ઓપન જીમ, આરોગ્યપ્રદ-સંપૂર્ણ રીતે વેન્...

છાપરાભાઠા સ્થિત EWS-1 યોજના અને EWS-૨ હેઠળ ૧૧૧ પરિવારોને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવીઃ

Image
 છાપરાભાઠા સ્થિત EWS-1 યોજના અને EWS-૨ હેઠળ ૧૧૧ પરિવારોને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવીઃ છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWS-૧ તથા EWS-૨ના આવાસો વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો  'પ્રધાનમંત્રી આવાસ યોજના' થકી નાગરિકોના ઘરના ઘરનું સપનું થયું સાકાર : વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ --------- ઓલપાડ તાલુકાના ગ્રામ્ય-શહેર વિસ્તારમાં ૧૫ હજારથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસોની ફાળવણી કરવામાં આવી છે  ---------          ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરાભાઠા સ્થિત EWS-૧ અને EWS-૨ હેઠળ ૧૧૧ આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. ૪૨૦ જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકા ઘરની છતની ફાળવણી કરવામાં આવી હતી.      આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, દરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવારનો મોભી પોતાનું...

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

Image
 Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ. Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ------ ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ ------ વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ------  કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.                 આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સ...