Posts

Showing posts from August, 2024

તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ

Image
તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી પુરજોશમાં સોનગઢના વિવિધ  રોડ-રસ્તા,ગરનાળા જેવા  વિવિધ જગ્યાઓ ઉપર ભરાયેલા ગંદા પાણી અને કચરાના કારણે રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી સોનગઢ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા પુરજોશમાં  સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ - સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ... Posted by  Info Tapi GoG  on  Wednesday, August 28, 2024

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

Image
જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી  (માહિતી બ્યુરો,તાપી) તા.૩૦:  ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. "નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.  જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.  ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ અને સ્પોર્ટ્સ

સુરત જિલ્લા તાલુકા ઓલપાડના 11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન.

Image
  સુરત જિલ્લા તાલુકા ઓલપાડના  11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં પ્રથમ સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે.  1. અંજના પટેલ (મીરજાપોર પ્રા. શાળા), 2. હિતેશ પટેલ (સમૂહ વસાહત પ્રા. શાળા), 3. કામિની પટેલ (કુવાદ પ્રા. શાળા), 4. ભરત ટેલર (બલકસ પ્રા. શાળા), 5. રમેશ પટેલ (સ્યાદલા પ્રા. શાળા), 6. મેહુલ પટેલ (અસનાડ પ્રા. શાળા), 7. નરેન્દ્ર પટેલ (ડભારી પ્રા. શાળા), 8. અંકિતા ટેલર (કદરામા પ્રા. શાળા), 9. ચિરાગ વ્યાસ (કોસમ પ્રા. શાળા), 10. મ

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
  ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહયોગથી વ

હવામાન વિભાગની આગાહીને આધારે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત સહિતના જિલ્લાઓની વર્તમાન વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

Image
હવામાન વિભાગની આગાહીને આધારે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત સહિતના જિલ્લાઓની વર્તમાન વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ સુરતથી જોડાયા: સુરત શહેર-જિલ્લાના વરસાદી માહોલ તેમજ તે અંગે આગમચેતીના ભાગરૂપે લેવાયેલા પગલાં અંગે જાણકારી આપી -------- માનવ અને પશુધનની સુરક્ષાને પ્રાથમિકતા આપી જિલ્લા વહીવટી તંત્રને સમયસૂચકતા સાથે આવશ્યક તમામ પગલાં લેવાની સૂચના આપતા મુખ્યમંત્રી -------- વરસાદી માહોલમાં શહેરીજનોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી -------- સ્થાનિક મીડિયા અને વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ થકી જાહેર જનતાને નદી કે દરિયા કિનારે, બ્રિજ ઉપર જવાનું ટાળવાનો અનુરોધ કરી સતત એલર્ટ કરાઇ રહ્યા છે: મ્યુ. શાલિની અગ્રવાલ --------- સુરત:માહિતી બ્યુરો: સુરત સહિત રાજ્યના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મુખ્ય સચિવશ્રી રાજકુમારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુ. કમિશનરો તથા ઉચ્ચ અધિકારીઓ

ગુજરાતમાં ભારે વરસાદના પરિણામે સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા તથા નજીકના દરિયા કાંઠે પોતાની બોટ લઈ જવા સૂચના આપતા ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો.!!

ગુજરાતમાં ભારે વરસાદના પરિણામે સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા તથા નજીકના દરિયા કાંઠે પોતાની બોટ લઈ જવા સૂચના આપતા ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો.!! ગુજરાતમાં ભારે વરસાદના પરિણામે સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા તથા નજીકના દરિયા કાંઠે પોતાની બોટ લઈ જવા સૂચના આપતા ભારતીય... Posted by Information Surat GoG on  Tuesday, August 27, 2024

તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર

 તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ  - તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર  - જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર  ન છોડવા તાકીદ   - પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે  - ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું   - ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું  - જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ   Posted by  Info Tapi GoG  on  Monday, August 26, 2024

આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી...

  આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી... આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી.... #RainfallinGujarat #BeCarefulGuj #RainAlertinGujarat Posted by  Info Tapi GoG  on  Tuesday, August 27, 2024

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

Image
 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા  pic.twitter.com/9Jf0PYlVbY — Collector & DM-Tapi (@CollectorTapi)  August 25, 2024

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો.

Image
 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો. મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા .............  મહિલા સહાયતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મંડળ પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર દ્ગારા સન્માનિત કરાયા ............  ગાંધીનગર જિલ્લાના  સ્વ સહાય જૂથોને વિવિધ સહાય અંતર્ગત રુ. ૩ કરોડથી વધુ રકમના ચેકનું વિતરણ ..........  રાષ્ટ્રીય 'ગ્રામીણ આજીવિકા મિશન' સ્વ સહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર  ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો ........ ગાંધીનગર, રવિવાર  ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'  અંતર્ગત ગાંધીનગર જિલ્લા ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા 'લખપતી દીદી' કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની ૧૧ મહિલાઓને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે જિલ્લા ગ

ડુંગર બન્યો પ્રવાસીઓની પસંદ, જોરદાર ફરવા લાયક જગ્યા!

ડુંગર બન્યો પ્રવાસીઓની પસંદ, જોરદાર ફરવા લાયક જગ્યા! ડુંગર બન્યો પ્રવાસીઓની પસંદ, જોરદાર ફરવા લાયક જગ્યા! ડુંગર બન્યો પ્રવાસીઓની પસંદ, જોરદાર ફરવા લાયક જગ્યા! #Surat #Hill #Tourist #FestivalSeason #GujaratiNews #TVOriginal Posted by News18 Gujarati on Monday, August 19, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષ