Surat news : જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' પહેલ અંતર્ગત 'કૉફી વીથ કલેકટર' કાર્યક્રમ યોજાયો

Surat news : જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' પહેલ અંતર્ગત 'કૉફી વીથ કલેકટર' કાર્યક્રમ યોજાયો ----- જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ દ્વારા સન્માન ----- વિદ્યાર્થિનીઓને થિયરીની સાથે વ્યવહારૂ જ્ઞાન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી ધ્યેય સિદ્ધિ તરફ આગેકૂચ કરવાની શીખ આપતા જિલ્લા કલેક્ટર ----- જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાઓની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી તેજસ્વી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતા કલેક્ટરશ્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્ર...