Posts

સ્વચ્છતા હી સેવા અભિયાન: અડાજણ બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સામૂહિક ભાગીદારી નોંધાવતા ડેપોના અધિકારી/કર્મચારીઓ અને મુસાફરો

Image
   સ્વચ્છતા હી સેવા અભિયાન: સુરત ---------  અડાજણ બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સામૂહિક ભાગીદારી નોંધાવતા ડેપોના  અધિકારી/કર્મચારીઓ અને મુસાફરો ------ કર્મચારીઓ અને મુસાફરોએ ‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’ કેમ્પેઇન હેઠળ સ્વચ્છતાના શપથ લીધા ------ રાજ્યભરમાં શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને સમર્થન આપતા સુરત શહેરમાં પણ વિવિધ સ્થળોએ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાઇ છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગના અડાજણ બસ ડેપો ખાતે વિભાગીય કચેરીના તેમજ સુરત સિટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓને ‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’ કેમ્પેઇન અંતર્ગત સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. લોકોને નૈતિક જવાબદારીના ભાગરૂપે જાહેર સ્થળોને સ્વચ્છ એન સુઘડ રાખવા માટે આહ્વાન કરાયું હતું. તેમજ સ્વચ્છતા સંકલ્પના શપથ સાથે સ્વચ્છતા અંગે જાગૃત થવા અને લોકોને જાગૃત કરવાનું આહ્વાન કરાયું હતું.            આ પ્રસંગે એસ.ટી. નિગમના સુરત વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, નાયબ ઇજનેર રાહુલ પટેલ, વહીવટી અધિકારી એસ.કે.શાહ, ડેપો મેનેજર એમ.વી.ચૌધરી, મનપા ડ્રેને...

ઓલપાડ ગ્રામ પંચાયત ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
  ઓલપાડ ગ્રામ પંચાયત ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ---------- ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો --------  પ્લાસ્ટિકના ઉપયોગના સ્થાને કાપડની થેલી ઉપયોગ કરવાનો અનુરોધ કરતા વનમંત્રી --------  આગામી દિવસોમાં ઓલપાડ, કીમ અને સાયણ ખાતે વેન્ડિંગ મશીન મૂકાશે, જેમાં ૫ રૂપિયામાં કાપડની થેલી મળશે: વનમંત્રી મુકેશભાઈ પટેલ ------- ઓલપાડ ખાતે સફાઇ અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ સફાઇ કરીઃ ---------- તા.૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવાના હેતુ સાથે સમગ્ર ભારત સહિત રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં તેમણે સ્વચ્છતા  રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.      ...

સુરતના લેખક, કવિ જગદીશ પટેલ ‘નારકર’ના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્રસ્થાને

Image
 ગુજરાતી સાહિત્યની ખેડમાં બે અપૂર્વ પ્રયોગ પ્રદાન: ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’ --------- સુરતના લેખક, કવિ જગદીશ પટેલ ‘નારકર’ના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્રસ્થાને ---------- કાનામાત્રા રહિત અનોખા કાવ્યોના સર્જક સુરતના જગદીશભાઈ પટેલ ‘નારકર’ તેમના અનોખા ભાષાપ્રયોગ માટે જાણીતા બન્યા છે. પરંપરાગત કાવ્યસર્જન ન કરતા તેમણે ચીલો ચાતરીને કાનામાત્રા વિનાના તેમજ માત્ર ‘પ’ વર્ણાનુપ્રાસી ગઝલ- કાવ્યોનું સર્જન કર્યું છે. જેના કાવ્યસંગ્રહો ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’ નામથી પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે.            જગદીશભાઈના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્ર સ્થાને છે તેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં ધર્મ આત્મા મુક્તિ માનવતા સદાચાર જેવા સંવેદનશીલ અને માનવીય ભાવોનું અભિ નિરૂપણ થયું છે તેમાં સ્વરોને બાદ કરતાં કાના માત્રા રહિત વર્ણોયુક્ત શબ્દો પ્રયોજાયા છે. અગાઉ ચારણ કવિઓ આવી કૃતિઓ રચતા હતા, આ કઠિન કાવ્યપ્રકાર તેમણે આત્મસાત કર્યો છે. જગદીશભાઈના ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ કાવ્યસંગ્રહની ઇબારત જુઓ:- ૧) ‘અઉમ તન ભવન પર પરગટ...

સુરત સમચાર : 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે SVNIT દ્વારા 'સ્વચ્છતા દોડ યોજાઈ

Image
 સુરત સમચાર : 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે SVNIT દ્વારા 'સ્વચ્છતા દોડ યોજાઈ. 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે પીપલોદ સ્થિત SVNIT-સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ફિઝીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા તા.૧ થી ૧૫મી સપ્ટેમ્બર  દરમિયાન 'સ્વચ્છતા પખવાડા' ની ઉજવણી અંતર્ગત સંસ્થાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓઓ સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત થાય તે હેતુથી  'સ્વચ્છતા દોડ યોજાઈ હતી.             વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગના વિપરીત પરિણામો વિશે માહિતગાર કરાયા હતા. આ દોડમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા પખવાડાના કન્વીનર અને પ્રોફેસર ડો.એસ.એમ. યાદવ, આસિ. પ્રોફેસર ડો. અમૃત મુલે, હાઉસકીપિંગ અને સેનિટેશનના ફેકલ્ટી ઈન્ચાર્જ અને એસો. પ્રોફેસર ડો.એન.કે. દત્તાએ દરેક કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા.             પ્રો. અનુપમ શુક્લા, ડાયરેક્ટર, એસવીએનઆઈટી, સુરતના સક્ષમ માર્ગદર્શન હેઠળ આયોજિત દોડમાં સિનિયર એસએએસ અધિકારી ડો. ચિરાગ વાઘેલા તથા સંસ્થાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સ્ટાફ અને કર્મચારીઓના પરિવારજનોએ ભાગ લીધો હતો...

બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો કેવી રીતે બની ‘લખપતિ દીદી ! જુઓ રીપોર્ટ

Image
બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો કેવી રીતે બની ‘લખપતિ દીદી ! જુઓ રીપોર્ટ  ૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’ -------- સખી મંડળની સ્થાપનાના પ્રથમ વર્ષે જ અંદાજે રૂ.૩૦ લાખનું ટર્ન ઓવર અને રૂ.૧૨.૫૦ લાખના નફા સાથે સખી મંડળની બહેનો બની પગભર --------  કોરોનાકાળ બાદ નોકરી છૂટી જતાં આર્થિક ઉપાર્જન માટે મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળ બનાવ્યું: આયુર્વેદિક ઔષધિ અને રસોડાની સામગ્રી દ્વારા વિકસાવી નેચરલ બ્યુટી પ્રોડક્ટ ---------   અત્યુતમમ્ સખી મંડળને વિવિધ યોજના થકી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ, રૂ.૧.૫૦ લાખની કેશ ક્રેડિટ અને રૂ.૨ લાખની કિંમતનું ફ્લાવર ડ્રાયર અને મિક્સર મશીનની સહાય મળી --------- ‘સખત પરિશ્રમ અને રાજ્ય સરકારની મિશન મંગલમ યોજનાના સથવારે એક જ વર્ષમાં આર્થિક રીતે પગભર બનેલી બહેનો તેમના પરિવાર, સમાજ સહિત અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ:’                              ...

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

Image
                                         Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.  આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.  વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજ...

તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

Image
   તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક